ગ્લોબલ વોર્મિંગના કારણે કેનેડામાં તાપમાન ૪૭.૯ ડીગ્રી સુધી પહોંચી ગયુ

કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ પેસિફીક નોર્થ-વેસ્ટમાં રેકોર્ડતોડ ગરમીની લહેરથી વાનકુંવરમાં ઓછામાં ઓછા ૬૯ લોકોના મોત થયા છે. રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં વાનકુંવરના બર્નાબી અને સરે શહેરમાં મરનારામાં મોટાભાગના વડીલો હતા.

ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન સતત વધી રહ્યુ છે. કેનેડાના ઓટાવામાં તાપમાન ૪૭.૯ ડીગ્રી સુધી પહોંચી ગયુ હતું. બ્રિટીશ કોલમ્બીયાના પ્રિમીયર જ્હોન હોર્ગનએ કહ્યુ હતું કે, બ્રિટીશના લોકોએ અત્યાર સુધીનું સૌથી ગરમ સપ્તાહ નિહાળ્યુ છે. આ ગરમીના પરિણામો પરિવારો માટે વિનાશકારી બની શકે તેમ છે.

કેનેડાના પર્યાવરણ વિભાગે બ્રિટીશ કોલમ્બીયા, અલબર્ટા અને સાસ્કોચેવન, મૈનિટોબા, યુફોન અને અન્ય પશ્ચિમી ક્ષેત્રો માટે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં જણાવાયુ છે કે લાંબા સમય સુધી ખતરનાક અને ગરમીની લહેર આ સપ્તાહ સુધી બની રહેશે.

યુએસ નેશનલ સર્વિસએ પણ ચેતવણી જારી કરી કહ્યું છે કે, લોકોએ ઠંડી જગ્યાએ રહેવુ જાેઇએ, બહાર નીકળવાથી બચવુ જાેઇએ, ખુબ પાણી પીવુ જાેઇએ. કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો અને કોવિડ રસી કેન્દ્રો બંધ કરાયા છે. જ્યારે તંત્રએ ઠેર-ઠેર પાણીના ફુવારા સ્થાપીત કર્યા છે. કેનેડામાં ગરમીના કારણે શાળા-કોલેજાે બંધ કરી દેવામાં આવી છે. માત્ર કેનેડા જ નહીં ઉત્તર-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરો પણ ગરમીમાં સેકાઇ રહ્યા છે.