જીડીએમએના પ્રેસિડેન્ટેની વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણીમાં સારા ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ

અમદાવાદઃ આજે વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ કો.ઓ. સોસાયટીની ચૂંટણી ચાલી રહી છે. સામાન્ય રીતે સમરસ રહેતી સંસ્થાની ચૂંટણીમાં આ વખતે બે પેનલો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. ચૂંટણી માટે આજે સવારે 9 કલાકેથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જે 12 કલાક સુધી ચાલશે. ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે અગ્રણી ઉદ્યોગકારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

જીડીએમએના પ્રેસિડેન્ટ દીપક કે. પટેલે વટવા ગ્રીન ચૂંટણીને લઇને સંસ્થાના સભ્યોને મતદાન કરવા માટે અપીલ કરતા જણાવ્યું કે વટવા ગ્રીનની ચૂંટણીમાં આ વર્ષે ન્યૂ પ્રગતિ પેનલ અને યુનાઇટેડ વટવા પેનલે પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે હું વટવા ગ્રીનના તમામ સભ્યોને તેમના મતાધિકારનો ચોક્કસપણે ઉપયોગ કરી સારા ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરૂં છું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news