ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું, મુસાફરો માટે કોઇ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી
દેશમાં વારંવાર સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે છે, ત્યારે ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. વિડિયો માં જોઇ શકાય છે કે ચારેબાજુ ગંદકીનુ સામ્રાજ્ય છવાયેલુ નજરે પડે છે. અહીં મુસાફરો માટે કોઇ જાતની સુવિધા ઉપલબધ નથી, મુસાફરોને કોરોના કાળમાં પણ આવી ગંદકી વચ્ચે રહેવુ પડે છે,
અહીં બેસવાની પણ વ્યવસ્થા નથી, તેમજ તંત્ર દ્વારા યોગ્ય સફાઇ પણ કરાવવામા નથી આવતી. આ ગંદકીથી રોગચાળો ફાટી નિકળશે તેવી ભિતી સેવાઇ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ કે તંત્ર દ્વારા ધ્યાન દોરાય તે જરૂરી છે. સામાન્ય જનતામાં પણ આ બાબતે જાગૃતિ આવે તે જરૂરી છે.