કમલા બિલ્ડીંગમાં બનેલી આગની ઘટનાની તપાસ માટે કમિટીની રચના

બિલ્ડિંગના ૧૮મા માળે બની હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનો માટે ૨ લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ અને રિલાયન્સ અને ભાયખલાની મસીના હોસ્પિટલે ઘાયલોને દાખલ કરવાની ના પાડી દીધી હતી. તેજ્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે તેઓ ઘાયલ દર્દીઓને લઈ ગયા, ત્યારે આ હોસ્પિટલોએ પૈસાના અભાવ અને કોવિડ ટેસ્ટ રિપોર્ટના અભાવને કારણે ઘાયલોને દાખલ કરવાની ના પાડી દીધી. આ પછી ઘાયલોને નાયર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

તાડદેવ વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકોના પરિવારજનોને ૫ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. દરમિયાન મુંબઈના મેયર કિશોરી પેડનેકર બાદ મંત્રી આદિત્ય ઠાકરે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પછીની ઘટના વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, તાડદેવ વિસ્તારમાં કમલા બિલ્ડીંગમાં લાગેલી આગની આ દુઃખદ ઘટનાનો તાગ મેળવ્યો હતો. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે. અમે અહીંના સ્થાનિક લોકો સાથે પણ વાત કરી અને આ દુઃખની ઘડીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મંત્રી આદિત્ય ઠાકરેએ તેમના ટ્‌વીટમાં લખ્યું છે, ‘એવા અહેવાલો છે કે ૨ હોસ્પિટલોએ કોવિડના બહાને લોકોની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે.

જો કે, બંને હોસ્પિટલોએ મને જાણ કરી છે કે તેઓએ આગને કારણે ઘાયલ થયેલા કેટલાક લોકોને દાખલ કર્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. થોડા કલાકો પહેલા, અન્ય એક ટિ્‌વટમાં ઠાકરેએ કહ્યું હતું કે, હું આગને લઈને અધિકારીઓના સંપર્કમાં છું. તાડદેવ સ્થિત કમલા ભવન. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે છે. બચાવ અને કૂલિંગ ઓપરેશન ચાલુ છે.

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ પાસેની ૨૦ માળની ઈમારતમાં ગઈકાલે ભીષણ આગ ફાટી નીકળી હતી.આ ઘટનાની તપાસ માટે ૪ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી તપાસની આગેવાની કરશે. જો કે,  BMC કમિશનરને ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવશે. જ્યાં આગની ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા. ૨૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.