સુરતની સચિન જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગના બનાવથી અફરાતફરી

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધ રાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સુરતમાં છાશવારે આગના બનાવો સામે આવતા રહે છે ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી હતી. જેમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી અફરાતફરી મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નવજીવન હોટેલ પાસે એક ભંગારનું ગોડાઉન આવેલું છે. આ ભંગારના ગોડાઉનમાં મધરાત્રીના સમયે અચાનક આગ લાગી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાંચથી વધુ ફાયર ની ગાડી સાથેનો કાફલો આગ પર કાબુ મેળવવા ઘટના સાથે પહોંચી આવ્યો હતો. રાત્રિએ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news