દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ
અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા પર ઉભેલા ઉદ્યોગો એક તરફ પ્રોડક્શન લ્હાયમાં છેડાયેલી આડેધડ દોડમાં વધુમાં વધુ નફો રળવાના ચક્કરમાં પ્રકૃતિનું જ્યાં ચીરહરણ કરવા માટે આતુર છે, તો બીજી તરફ માનવીય સભ્યતાને પણ નુક્શાન પહોંચાવાનો હીન પ્રયાસ કરી રહ્યાં છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડવાનું કામ પર્યાવરણ કરી રહ્યું છે, જેને ચિંતાની વાત માની શકાય છે.
એશિયનાના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર મનાતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ તરફથી છોડાતા પ્રદૂષણ સરકારની સાથેસાથે સામાન્ય જનતા માટે સમસ્યાનો પાઠ બની રહ્યો છે. પ્રદૂષણના કારણે લોકો અનેક બિમારીઓનો જ્યાં શિકાર બની રહ્યાં છે, તો લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઝડપથી ઘટી રહી છે.
એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે અંકલેશ્વરઃ– ભરૂચ જિલ્લામાં સ્થિત અંકલેશ્વર જીઆઈડીસીને એશિયાની સૌથી મોટી જીઆઈડીસી કહેવામાં આવે છે. આ કારણે ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક જિલ્લાની પણ સંજ્ઞા આપવામાં આવે છે. જિલ્લામાં અંકલેશ્વરના સાથેસાથે પાનોલી, ઝગડિયા, દહેજ, ભરૂચ, વિલાયત, સાયખામાં પણ જીઆઈડીસી સ્થિત છે. અંકલેશ્વર બાદ દહેજ બીજા સ્થાન પર ચાલી રહ્યું છે તથા અહીંયા સમગ્ર વિસ્તાર પેટ્રોકેમિકલ પેટ્રો રિજન જાહેર કરાયો છે.
જળ, જમીન અને આકાશ ત્રણેય પ્રદૂષણ વણસ્પર્શ્યા નથીઃ– ભરૂચ જિલ્લમાં ખાસ કરી અંકલેશ્વર, દહેજ તથા પાનોલીમાં પ્રદૂષણ સૌથી વધુ છે. વિવિધ કંપનીઓ તરફથી અહીં નિયમોને કોરણે મૂકી પ્રદૂષણ ફેલાવાઇ રહ્યું છે. પ્રદૂષણની મારનો સામનો જળ, જમીન તથા આકાશ ત્રણેયને કરવો પડી રહ્યો છે.
અંકલેશ્વરમાંથી વહેતી અમરાવતી નદીની સાથે હવે નર્મદા નદી પણ પ્રદૂષિત થવા લાગી છે. અમારાવતી નદીનું પાણી તો પ્રદૂષિત પાણી છોડવાના કારણે સંપૂર્ણ રીતે રંગીન થઇ ચૂક્યું છે. પાણીમાં ફીણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. પાણીમાં બાયો ઓક્સિજન ડિમાંડ (બીઓડી)નો જથ્થો વધુ ઘટી જવાથી માછલીઓના સાથેસાથે જળચરોના દિવસે દિવસે મોત થઇ રહ્યાં છે. જીઆઈડીસીમાં રહેનારા રહેવાસીઓનું આરોગ્ય પણ ખરાબ થઇ રહ્યું છે. તબીબોના મતે લોકો ફેફસાની બિમારીના સાથે દમ, અસ્થમા તથા ચામડીની બિમારીઓનો શિકાર થઇ રહ્યાં છે.
જીપીસીબીની અસરકારક ભૂમિકા નથીઃ- પ્રદૂષણ નિયંત્રણનું કામ કરી રહેલા સરકારી વિભાગ જીપીસીબીની ભૂમિકા પણ વધુ અસરકારક જોવા મળતી નથી. પ્રદૂષણની બાબતે કંપનીઓને ક્લોઝર નોટિસ મોકલાવી જીપીસીબી પોતાના કર્તવ્યનું પાલન કરી લે છે. જીપીસીબીની ક્લોઝર નોટિસની વધુ અસર પ્રદૂષણ ફેલાવનારી કંપનીઓને થતી નથી. કેટલાંક દિવસ યોગ્ય રીતે ચાલ્યા બાદ કંપનીઓ ફરીથી પોતાનો રાગ ગાવા લાગે છે તથા જીપીસીબી તેને ગણગણવા લાગી જાય છે.
ભૂજળ પણ થઇ ગયું છે લાલઃ- અંકલેશ્વર જીઆઈડીસીની પાસે આવેલા વિવિધ ગામડાઓમાં ભૂજળ પણ પ્રદૂષણના મારના કારણે દૂષિત થઇ ગયું છે. અનેક વિસ્તારમાં બોરિંગ કરાવવા પર જમીનમાંથી પાણી લાલ રંગનું નીકળવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યાં છે. જમીનનું પાણી સમગ્ર અંકલેશ્વર તથા આસપાસના તાલુકાઓમાં પીવા લાયક જ રહેવા પામ્યું નથી.
જાનવરો પર પણ અસરઃ- રંગ તથા કેમિકલ બનાવનારી અનેક કંપનીઓની પાસે ફેંકાતા વેસ્ટમાં રખડતા જાનવરોના શરીર પર પણ અસર જોવા મળી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં અનેક સ્થળો પર માર્ગ પર રખડતા કૂતરાઓ પણ પૂર્ણ રીતે વાદળી રંગમાં રંગાયેલા જોવા મળે છે, જે પ્રદૂષણની સાબિતી આપી રહ્યાં છે.
વારંવાર મરી રહી છે માછલીયોઃ– આમલાખાડીમાં ચોક્કસ કંપનીઓ તરફથી છોડાતા પ્રદૂષિત પાણીના કારણે દિવસેદિવસે મોટી સંખ્યામાં માછલીયોના મોત થઇ રહ્યાં છે. તેની સાથેસાથે પશુઓના પાણી પીવાના કારણે તેઓ પણ બિમારીનો શિકાર બની રહ્યાં છે, જેનાથી પશુપાલકોને ખૂબ જ વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગ ફેક્ટરીઓ ધમધમવાથી હવા અને પાણી ઝેરી થવા લાગ્યું છે.
ઘટી રહી છે લોકોની રોગપ્રતિકારકશક્તિ- પર્યાવરણ નિષ્ણાત મનીષ રાણાએ જણાવ્યું કે એક તરફ સરકાર કોરોનાથી લોકોની રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે વેક્સિનેશન પર ભાર આપી રહી છે, તો અંકલેશ્વર, પાનોલી તથા દહેજમાં વ્યાપક પ્રદૂષણના કારણે લોકોની રોગપ્રતિકારકશક્તિમાં ઘટાડો થઇ રહ્યો છે. સરકારની નીતિનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવાનું કામ ચોક્કસ કંપનીઓ તરફથી કરવામાં આવી રહ્યું છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછી આપવામાં આવી છે ક્લોઝર નોટિસઃ- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની સૌથી મોટી જવાબદારી ઉદ્યોગો પર નજર રાખવાની તથા પ્રદૂષણનો ઘટાડો કરવાની છે. વિભાગ માત્ર સમય સમય પર પ્રદૂષણ ફેલાવનારી કંપનીઓને ક્લોઝર તથા કારણદર્શક નોટિક આપી દે છે તથા ફરિયાદ મળવા પર લઇ લેવામાં આવે છે. તપાસનો રિપોર્ટ શું આવે છે તથા શુ નથી આવતો તે વાતની જાણકારી આપવામાં આવતી જ નથી.
જીપીસીબી પાસેથી મળતી માહિતી પ્રમાણે પાછલા વર્ષ 2020માં જીપીસીબી તરફથી લગભગ પચાસથી વધુ કંપનીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. કોરોના કાળમાં કંપનીઓ પ્રત્યે ઉદારવાદી દ્રષ્ટિકોણ પણ અપનાવવામાં આવ્યો. આ વર્ષે અત્યાર સુધી લગભગ એક ડઝન કંપનીઓને ક્લોઝર તથા કારણદર્શક નોટિસ પ્રદાન કરવામાં આવી. કોરોના કાળમાં કંપનીઓના બંધ રહેવાથી તથા હવે ફરીથી શરૂઆત થવાથી જીપીસીબી વધુ સખ્તાઇ દર્શાવી રહ્યું નથી, જેનો લાભ જીઆઈડીસીની કેટલીક કંપનીઓ ઉઠાવી રહી છે.
નિર્જન સ્થળોની થઇ રહી છે શોધઃ- કેમિકલ વેસ્ટને હટાવવા માટે કંપનીઓ સસ્તી રીત અપનાવી રહી છે. કેમિકલ વેસ્ટને ખુલ્લામાં તથા નિર્જન સ્થળો પર તથા કેમિકલવાળા પાણીને ખાડી તથા નાળામાં વહાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
કપાસના પાકને પણ થઇ રહ્યું છે નુક્શાનઃ- દહેજ તથા વિલાયતમાં સ્થિત કેટલીક કંપનીઓ તરફથી છોડવામાં આવી રહેલા ગેસના કારણે પાક પર વિપરીત અસર પડી રહી છે. જંબુસર તથા આમોદ તાલુકામાં અનેક હેક્ટરમાં ખેડૂતોના કપાસના પાક પર ઉંડી અસર પડી છે. તેની ગૂંજ સીએમ કાર્યલય સુધી પણ પહોંચી ચૂકી છે.
તડપવા લાગશે માણસઃ- પ્રદૂષણ નિયંત્રણની લગામ કસવામાં નહીં આવે તો તે સમય દૂર નથી જ્યાં માણસ પ્રદૂષણના કારણે માછલીયોની જેમ જ તડપવા લાગશે તથા આ સ્થિતિ સૌથી વિકટ હશે.
માનવ આરોગ્ય જોખમમાઃ- ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સાથે જોડાયેલી ગુલાબસિંહ સૈનીએ જણાવ્યું કે માનવ આરોગ્યને જોખમમાં મૂકી ઉદ્યોગોને મલાઇ ખવડાવી શકાય નહીં. સીએસઆર ફંડના માધ્યમથી થોડા રૂપિયા આપી કંપનીઓ પોતાના વિસ્તારના લોકોની સહાનુભૂતિ એકઠી કરવાનું કામ કરી રહી છે. પ્રદૂષણ ફેલાવનારી કંપનીઓ પર તાત્કાલિક લગામ કસવી જોઇએ.