પર્યાવરણ દિવસ વિશેષઃ નરોડા એન્વાર્યોમેન્ટના ચેરમેન શૈલેષ પટવારી સાથે ખાસ વાતચીત

સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણું જીવન પ્રકૃતિ છે, જેના વિના માનવ જીવન સંભવ નથી. આ તથ્યથી સૌ કોઇ પરિચિત છે, તેમ છતાં પણ મનુષ્ય સતત વિકાસ અને આધુનિકતાના ઝંખનામાં પર્યાવરણને નુક્શાન પહોંચાડી રહ્યો છે. બીજી રીતે કહીએ તો માનવની વિકાસ અને આધુનિકતાની ઝંખના તેને પ્રકૃતિથી ખૂબ જ દૂર લઇ જઇ રહી છે. પ્રકૃતિને નુક્શાન પહોંચાડી રહેલા મનુષ્ય સમયાંતરે તેની નુક્શાન પણ ભોગવે રહ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં આબોહવા પરિવર્તન તેની સાક્ષી પુરી રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ..

આધુનિકતા અને વિકાસની દોડમાં પૃથ્વી પરથી વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે, જેથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને ગીચ વસ્તી ધરાવતા શહેરો તો ઠીક પણ નાના શહેરોમાં પણ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. શહેરોમાં રહેતુ માનવ જીવન પ્રકૃતિ અને પર્યાવરણથી દૂર થઇ રહ્યું છે. જેને કારણે નવી નવી બિમારીઓ જન્મ લઇ રહી છે. ગત વર્ષે એટલે કે 2021ના વર્ષમાં આપણે કોરોના મહામારીમાં ઓક્સિજનના કારણે હારી જતી જિંદગીઓને જોઇ છે.

જોકે તમામ રીતે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેની ઉજવણી દર વર્ષે અલગ-અલગ થીમ સાથે કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે. ‘ઓન્લી વન અર્થ’ એટલે કે ‘એક પૃથ્વી’ રાખવામાં આવે છે, જે યથાર્થતા ‘પ્રકૃતિની સાથે સદભાવમાં રહેવું’ તેમ થઇ શકે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારોએ વિશેષ રીતે પર્યાવરણ ટુડેના માધ્યમથી પોતાના વિચારો વહેંચી લોકજાગૃત્તિમાં પોતાનું યોગદાન આપ્યું. જેઓ પ્રકૃતિના સંરક્ષણ કરી લોકો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નરોડા એન્વાર્યોમેન્ટના ચેરમેન શૈલેષ પટવારીએ પર્યાવરણ ટુડે સાથેની વિશે વાતચીતમાં પોતાના વિચારો વહેંચ્યા હતા. તેઓએ પોતાનો વિચારો પ્રગટ કરતા જણાવ્યું હતુ કે વિશ્વ પર્યાવરણ દિવસએ સમગ્ર વિશ્વને પર્યાવરણ વિશે જાગરૂકતા ફેલાવવા માટે આલરી લેતુ પર્વ છે. જેની વર્ષ 1974થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2022 માટે ઉજવણીની થીમ છે – ઓન્લી વન વર્લ્ડ. આ વર્ષે સ્વિડન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે. આ થીમ રાખવા પાછળનો હેતુ એ રહેલો છે કે લોકો એક્તા સાથે પર્યાવરણનું જતન કરી ટકાઉ વિકાસ તરફ આગળ વધે તે છે. હું એ વાત પર ખાસ ભાર આપું છું કે આપણે સૌએ સાથે મળીને પર્યાવરણ દિવસને એક દિવસ માટે ઉજવણી ન કરતા પરંતુ સમગ્ર વર્ષ ઉજવવો જોઇએ. ખાસ કરીને હું અહીં કહેવા માંગીશ કે વિશ્વમાં ચોથા ભાગનું પ્રદૂષણ ટ્રાન્સપોર્ટેશનના કારણે થાય છે તે ઉજાગર થયુ છે, તો હું લોકોને અપીલ કરૂં છું કે આપણે ટ્રાન્સપોર્ટેશનના કારણે થતા પ્રદૂષણને ઘટાડવા માટે આગળ આવવું જોઇએ અને શક્ય હોય ત્યાં પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઇએ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news