સુરતના રાંદેરમાં જીઈબીની પેટીમાં આગ લાગતા દોડધામ

સુરતના રાંદેર વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે જીઇબીની ઇલેક્ટ્રિક પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી ૧૦ મિનિટમાં સપ્લાય બંધ કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. નજરે જોનાર દિલીપભાઈએ કહ્યું હતું કે, કોઈ શોર્ટ સર્કિટ કે, ધડાકા વગર જ આગ લાગી ગઈ હતી. ઘટના લગભગ ૧૦ વાગ્યાના અરસામાં બની હતી. રૂપાલી સિનેમા નજીક ટોડ ઉપર ઇલેક્ટ્રિક પેટીમાં આગનો કોલ મળ્યા બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે જઇ આગ કાબૂમાં લઈ લીધી હતી.

આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. મારી કટલરીની લારી છે. બાજુમાં જ જીઇબીની વીજ લાઈનની પેટી છે. ગ્રાહકે કહ્યું ઇલેક્ટ્રિક પેટીમાં આગ લાગી ગઈ, મેં જોયું અને ફાયરને જાણ કરું તે પહેલાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે ફાયરના જવાનોએ દોડી આવી ૧૦ મિનિટમાં આગ કાબૂમાં લઈ લીધી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news