રેકોર્ડ બ્રેક ભાવ મળતા ચાલુ વર્ષે જીરાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ બમણું નોંધાયું

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. જેથી ગુજકાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૪૦.૭૭ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યુ હતુ.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગુજરાત જીરાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં ૨.૬૧ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૫.૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં ૨૦૨.૫૮ ટકા જેટલો વધારો નોંધાયો છે.

રાઘવજી પટેલે વધુ માહિતી આપતા કહ્યુ હતુ કે રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૭૩ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે કુલ ૫.૬૪ લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ ૨.૬૪ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં રવિ પાકોનું સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ ૧૬.૦૩ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૧૩.૭૦ લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૭.૯૪ લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ૩.૧૦ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયુ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news