ભારતમાં ફરી કોરોનાની તબાહી, ચોથા બુસ્ટર ડોઝની ચર્ચા, WHOએ જાહેર કરી ગાઇડલાઇન

ભારતમાં કોરોનાની સ્થિતિ જો તમને જણાવીએ તો ભારતમાં શનિવારે કોરોના વાયરસના કેસ લગભગ ૩ હજાર પર પહોંચ્યા હતા. કુલ ૨૯૯૪ કેસ એક દિવસમાં સામે આવ્યા હતા. આ દરમિયાન સાત લોકોના મોત થયા હતા, જેમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં બે-બે અને ગુજરાતમાં એક મોત થયું હતું. કોરોના વાયરસ ફરી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસમાં મોટો વધારો થયો છે. કેટલાક મૃત્યુના કેસ પણ નોંધાયા છે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું કોરોના વિરુદ્ધ વેક્સીનનો ચોથો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ કે નહીં? દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણની સંખ્યા વધી છે. રસી લગાવનારમાં એવા લોકો પણ સામેલ છે, જેણે પ્રથમ ડોઝ લીધો છે. આવો જણાવીએ ચોથા બૂસ્ટર ડોઝ વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાનું શું કહેવું છે.  WHO એ આ વિશે સ્થિતિ સ્પષ્ટ કરી છે કોણે કોવિડ વેક્સીનનો ચોથો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ અને કોણે નહીં. તમને જણાવી દઈએ કે દેશમાં ૩૧ માર્ચે ૯૯૮૧ લોકોએ કોવિડ વિરુદ્ધ રસી લગાવી હતી. આ લોકોમાં ૧૦૫૦ લોકો એવા છે, જેણે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. લોકોના મનમાં કોરોના રસીને લઈને હજુ પણ જર છે. કેટલાક લોકો ચોથા બૂસ્ટર ડોઝનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે જે સ્વસ્થ લોકોને કોઈ રોગ નથી અને તેમની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે તો તેમને ચોથો બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી. જો આવા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળે છે, તો તે તેમને નુકસાન નહીં કરે, પરંતુ તે ફાયદાકારક પણ નહીં હોય. ચોથા બૂસ્ટરની જરૂરિયાત મુજબ WHOએ લોકોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. હાઈ રિસ્ક,મીડિયમ રિસ્ક અને લો રિસ્ક.  Strategic Advisory Group of Experts on Immunization એટલે કે SAGE ની ભલામણ પ્રમાણે ગંભીર બીમારીનો શિકાર, બેકાબૂ ડાયાબિટીઝના દર્દી, HIV જેવી કે એવી અન્ય બીમારી જે ઇમ્યુન સિસ્ટમને નબળી પાડે છે- એવા લોકોએ બૂસ્ટર ડોઝ જરૂર લેવો જોઈએ. ગર્ભવતી મહિલાઓ અને હેલ્થ કેર વર્કર્સ જે સીધા કોવિડ દર્દીના સંપર્કમાં આવી રહ્યાં છે તેણે પણ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. મીડિયમની કેટેગરીમાં એવા લોકોને રાખવામાં આવ્યા છે, જે સ્વસ્થ છે અને તેની ઉંમર ૬૦ વર્ષથી ઓછા છે, એવા કિશોર અને બાળકો જેને કોઈ બીમારી છે- તેણે પ્રથમ ડોઝ લઈ લેવો જોઈએ. ત્યારબાદ તેને બૂસ્ટર ડોઝની જરૂર નથી.  લો રિસ્ક ગ્રુપમાં ૬ મહિનાથી ૧૭ વર્ષના સ્વસ્થ બાળકોને રાખવામાં આવ્યા છે.

આ ઉંમર વર્ગને કોરોનાએ સૌથી ઓછા પ્રભાવિત કર્યાં છે. આ ગ્રુપની વેક્સીનેશનનો ર્નિણય દેશને પોતાની સ્થિતિ સાથે કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. ૬ મહિનાથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભાશયમાં રહેલા બાળકોને અન્ય બાળકો કરતા કોરોનાનું જોખમ થોડું વધારે હોય છે. આવા કિસ્સાઓમાં, સગર્ભા સ્ત્રીને બીજા ડોઝના ૬ મહિના પછી બૂસ્ટર લેવાની સલાહ આપવામાં આવે છે જે બાળકને પણ સુરક્ષિત કરી શકે છે. સામાન્ય રીતે ભારતમાં તમે બીજી કોવિડ રસીના ૯ મહિના પછી બૂસ્ટર ડોઝ લઈ શકો છો. હેલ્થકેર નિષ્ણાતો, ખૂબ જ બીમાર લોકો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર જરૂરી છે. ઘણા દેશોમાં કોરોનાના ચોથા બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાનો સમાવેશ થાય છે. પરંતુ ભારતમાં ચોથા બૂસ્ટર અંગે કોઈ માર્ગદર્શિકા નથી.