અમેરિકામાં ફરી કોરોનાનો કહેર! ટેસ્ટિંગ શરૂ, ત્રણ નવા વેરિયન્ટ્‌સ આવ્યા સામે

ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. જોકે, હજુ પણ પુરી રીતે આ વાયરસથી અસર ઓછી થઈ નથી. હાલ ભારતમાં ભલે જનજીવન ઠાળે પડ્યું હોય પણ અમેરિકાથી આવેલાં એક સમાચારે ફરી લોકોની ચિંતા વધારી દીધી છે.

અમેરિકામાં હાલ કોરોના વાયરસનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકામાં આવતા જતા તમામ યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં યાત્રી પોતે પણ સ્વેચ્છાએ સામે ચાલીને પોતાનો ટેસ્ટ કરાવી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતની ચિંતામાં વધારે થયો છે. કારણકે, અમેરિકામાં કોરોનાના ત્રણ નવા વેરિયન્ટ્‌સ સામે આવ્યાંની વાત વહેતી થઈ છે. અમેરિકામાં કોરોનાને કારણે સૌથી વધુ મોત થયા છે. એના જ કારણે હાલ અહીં સૌથી વધારે સતર્કતા રાખવામાં આવી રહી છે. ૪ નવેમ્બરના રોજ અમેરિકામાં કોવિડના ૪૯ હજાર ૩૨૩ નવા કેસ સામે આવ્યા છે.

સાપ્તાહિક સરેરાશ ૪૦,૮૫૭ કેસ છે. અમેરિકામાં ૧૦ લાખ ૭ હજાર લોકોનું કોવિડથી મોત થયું છે. જે દુનિયાભરમાં સૌથી વધુ છે. હાલ ભલે વિશ્વભરમાં કોરોના મહામારી ખતમ થઇ ચૂકી છે. સંક્રમણનો દર ઘટ્યો છે પરંતુ અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ્‌સને લઇને સતત રિસર્ચ થઇ રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે સર્વેલન્સથી કોરોનાનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે. તેના માટે સ્પ્રેડ પોઇન્ટ્‌સ એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ્‌સ પર વિદેશોથી આવતા યાત્રીઓનો કોવિડ ટેસ્ટ થઇ રહ્યો છે. આ ટેસ્ટ અનિવાર્ય ન હોવા છતાં, યાત્રીઓ સ્વેચ્છાએ અનુમતિ આપી રહ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૨૧માં આ પ્રોજેક્ટને લૉન્ચ કરાયો હતો. દર સપ્તાહે ૧૫ હજાર યાત્રીઓ સ્વેચ્છાએ સેમ્પલ આપી રહ્યાં છે.

સેમ્પલનો RTPCR ટેસ્ટ કરાયો અને પોઝિટિવ સેમ્પલનું જેનેટિક સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે લેબમાં ફરી એક વખત વાઈરસમાં બદલાવ જોવા મળ્યો તો સીડીસીના વિજ્ઞાનીઓને એલર્ટ કરાયા હતા. ત્યારબાદ આ બદલાવો પર નજીકથી નજર રાખવામાં આવી જેનાથી આગળ વાઈરસમાં આવતા બદલાવ અંગે જાણી શકાય. આ જ કારણથી BA3વેરિયન્ટને લઇને પણ સીડીસીના વિજ્ઞાનીઓ પહેલાથી જ એલર્ટ થઇ ચૂક્યા હતા. બીક્યૂ ૧, એક્સ બી બી અને બીએ ૨.૭૫.૨ જેવા વેરિયન્ટ્‌સ અંગે પણ એરપોર્ટ ટેસ્ટિંગ મારફતે જ જાણવા મળ્યું હતું.