પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીમાંથી કોગ્રેસ નેતા જયરામ રમેશે રાજીનામું આપ્યું

નવી દિલ્હી: 10 તારીખે કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે (૯ ઓગસ્ટ) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. જયરામ રમેશે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને આ પદ પર રહેવાનો કોઇ અર્થ નથી.

અગાઉ જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની જોઇન્ટ કમિટીને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરી રહ્યા છે. જયરામે કહ્યું કે સરકારે જાણી જોઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીને મોકલ્યા નથી.

જયરામ રમેશે તેમના રાજીનામા અંગે ટ્વિટ પણ કર્યું અને તેમણે લખ્યું હતુ કે ‘આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, 1980 અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. આટલું જ નહીં, સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે છ ટેક્નોલોજી (ઉપયોગ અને એપ્લિકેશન) નિયમન બિલ, 2019 પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામા આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમિનલ પ્રોસિજર (ડિટેક્શન) એક્ટ, 2022થી દૂર કરી દીધો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે “આ સંજોગોમાં મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહેવાનું કોઇ મહત્વ દેખાતું નથી. જે વિષયો મારા હૃદયની ખૂબ નજીક છે અને મારી શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને અનુરૂપ છે. સ્વયંભુ, સર્વજ્ઞ અને વિશ્વગુરૂના આ યુગમાં આ બધું અપ્રાસંગિક છે. મોદી સરકારે વધુ એક સંસ્થાકીય તંત્રને નકામું બનાવી દીધુ છે.