સુરતના વેડરોડ વિસ્તારમાં મકાન આગ લાગતા અફરાતફરી મચી
સુરત શહેરના વેડરોડ રિવર પાર્ક સોસાયટીના એક મકાનમાં આગ અચાનક આગ ફાટી નીકળતા પરિવાર બુમાબૂમ સાથે દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ સોસાયટીમાં અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. દેવસ્થાન મંદિર માં કરેલી અગરબત્તીના તણખાંને લઈ આગ લાગ્યાનું અનુમાન કરાઈ રહ્યું છે.
વહેલી સવારે સર્જાયેલી આ આગની દુર્ઘટનામાં ઘર વખરીનો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ને તાત્કાલિક આગ પર પાણીનો મારો કરી આગ કાબુ લેવાનો પ્રયાસ શરૂ કરતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. ૩૦ મિનિટમાં ફાયર વિભાગે ભારે જેહમત ઉઠાવી આગ કાબૂમાં લીધી હતી.