ચંદ્રયાન-3 ટ્રાન્સલુનર ઓર્બિટમાં પ્રવેશ્યું

ચેન્નાઈ: ભારતીય અવકાશ એજન્સી (ISRO) એ સોમવારે મધ્યરાત્રિએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી, જ્યારે જ્યારે તેણે ચંદ્રયાન-3ને ટ્રાન્સલુનર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું.

ISROએ ટ્વિટ કર્યું, ” ઇસ્ટ્રેક (ISTRAC) ખાતે સફળ પેરિગી-ફાયરિંગ કરવામાં આવ્યું, ISROએ અવકાશયાનને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં સ્થાપિત કરી દીધું છે.”

ISROએ ચંદ્રની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, “નેક્સ્ટ સ્ટોપ: મૂન.”

તેમણે કહ્યું કે આ યાન 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ કરશે.

નોંધનીય છે કે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.