તૌકતે વાવાઝોડા બાદ તારાજી સંદર્ભે અમરેલી જિલ્લામાં કેન્દ્રીય ટીમોએ સર્વે કર્યો

તાઉ-તે વાવાઝોડાની તારાજી બાદ દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતા રાજય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમો નો મોટો કાફલો આજે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કર્યો હતો.

રાજુલાના કોવાયા ગામની મુલાકાત લીઈ સ્થાનીક ખેડૂતો સાથે ચર્ચાઓ કરી હતી, ત્યારબાદ જાફરાબાદ બંદર પર માછીમારોને થયેલા નુકસાન અંગે જાત નિરીક્ષણ કર્યું હતુ અને ત્યારબાદ જાફરાબાદના ધારાબંદર ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક કલેકટર આયુષ ઓક દ્વારા રાતે સર્જાયેલી તારાજી કેવી રીતે સર્જાય તેને લઈ માહિતી આપી હતી. બોટોને કેવા પ્રકારનુ નુકસાન ગયુ છે તેને લઈ કેન્દ્રીય ટીમોને સમગ્ર ઘટનાઓથી વાકેફ કર્યા હતા.

ગુજરાત અને કેન્દ્રીય ટીમો સાથે આવીગુજરાત ફિશરીઝ કમિશ્નર સહિત ગુજરાત સરકારના સચિવો પણ જોડાયા હતા અને કેન્દ્રીય ઉચ્ચ અધિકારીઓ ની ટીમનો કાફલો એક સાથે બંદર પર સર્વે કર્યો હતો. ઉપરાંત કેટલાક સ્થાનિક અધિકારી પાસેથી કેટલીક માહિતી મેળવી હતી.