Breaking: અંકલેશ્વર જીઆઇડીસીની કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ, વાતાવરણમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું

 ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ગેસ લીકેજ થતા દોડધામ મછી જવા પામી હતી. પ્લાન્ટમાંથી પીળા રંગનો ગેસ લીકેજ થઈ રહ્યો હોય તેમ જોવા મળ્યું હતુ. 

મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ નામ ની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે જેના લીધે પ્લાન્ટમાંથી પીળા રંગના ધુમાડા વાતાવરણ માં નજરે જણાતા હતા. જેને  પગલે વાતાવરણમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાઇ ગયું હતું.

ઉલ્લેખ નીય છે કે છેલ્લા કેટલાંક દિવસથી ભરૂચ વિસ્તારમાં પ્રદૂષિત હવાને લઇને ચર્ચામાં જોવા મળી રહ્યો છે, ત્યારે  આ ગેસ લીકેજની ઘટનાથી વાતાવરણ વધુ પ્રદુષિત થવાની શક્યતાને નકારી શકાય નહી.

ઘટનાને લઇને તંત્ર હરકતમાં આવી ગયુ છે. હાલમાં, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરુ કરી છે.  જોકે કાર્યવાહી ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news