બોટાદ રેલવે પ્રસાસન અને જાયન્ટ્‌સ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન પર સફાઈ ઝૂંબેશ હાથ ધરી ઉજવણી કરી

ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્‌સ ગ્રુપ ઓફ બોટાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રેલવે સ્ટેશન પર કરવામાં આવેલું હતું. સ્વચ્છતા અંગેના શપથ રેલવેના સ્ટેશન માસ્ટર એમ. સી.ગુપ્તાએ લેવડાવ્યા હતા. ત્યારબાદ સ્વચ્છતાના સૂત્રો સાથેની જન જાગૃતિ રેલી કાઢવામાં આવેલી હતી. ત્યારબાદ જુદી જુદી જગ્યાએથી પ્લાસ્ટીક કચરો એકત્ર કરી શ્રમદાન કરવામાં આવ્યો હતો.

રેલવે બહેનો દ્વારા ઘનિષ્ઠ સફાઈ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રેલવે પ્રસાશનના એમ.સી.ગુપ્તા, મંડલ વાણિજ્ય નિરીક્ષક એન.સી.ગોહિલ, હેડ ટી.સી.આર.પી.મેઘવંશી, આઇ.પી.એફ.દિલીપ ચાવડા , જાયન્ટ્‌સ ફેડરેશન ઑફિસર (પર્યાવરણ) સી.એલ.ભીકડીયા, યુનિટ ડિરેક્ટર કેતન રોજેસરા, જાયન્ટ્‌સ સંસ્થાના લાલજી ભાઈ કલથીયા, દિલીપ ભલગામીયા, ફુલા ભાઈ પટેલ, મહેશ શાહ, દર્શન પટેલ, સંજય ઝાંઝરૂકિયા, નરેશ માવાણી, રાજેન્દ્ર ઓઝા તથા રેલવેનો સ્ટાફ હાજર રહ્યો હતો.