દહેજની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ, એકનું મોત, ત્રણ ઘાયલ

દહેજની જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતાં જાેરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં કંપનીના એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે બે લોકોના હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના સી-૨ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દુર્ઘટના બનતા ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકનું મોત થયું છે, જ્યારે બે કર્મચારી હજી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય કર્મચારીને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ત્યાંથી વધુ સારવાર માટે બે ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભા તેમજ દહેજ પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ દહેજ જીઆઇડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-૨ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. જેથી ઓન ડ્યુટી ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ત્રણ કર્મચારીઓ પૈકી ઝુબેર રાણાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગુપ્તા પ્રસાદ અને રાજેન્દ્ર પરમારની હાલત વધુ ગંભીર થતા તેમને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં. બનાવ અંગે દહેજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.