“કડવો લીમડો” એક આયુર્વેદિક દવા જેના છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા આવો જાણીએ કડવા લીમડાના ફાયદા વિશે
ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિની દવા દુકાન”, “ગ્રામ્ય દવા” અને “તમામ રોગો માટે અક્સીર ઇલાજ” જેવા વિવિધ ઉપનામોથી ઓળખાતુ એવુ વુક્ષ એટલે કડવો લીમડો. લીમડામાંથી તૈયાર થતા ઉત્પાદનો પ્રમાણિત તબીબી ગુણો ધરાવે છે, કૃમિનાશક, ફૂગપ્રતિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધી, બેક્ટેરીયા પ્રતિરોધી, વાયરસ પ્રતિરોધી, ફળદ્રુપતા પ્રતિરોધી, અને શામક હોય છે. આયુર્વેદિક દવામાં તેને મુખ્ય ભાગ ગણવામાં આવે છે
કડવો લીમડા’ એક આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ ઘણા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જાે તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે.
જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા…
લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં ૧૦ દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જાે તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે. પરંપરાગત ભારતીય દવા તરીકે લીમડાના મૂળીયાંમાંથી તૈયાર કરેલ ઉકાળો તાવમાં રાહત માટે પીવામાં આવે છે. ઉકાળેલ લીમડાના પાંદડાંમાંથી ચા બનાવવામાં આવે છે, ઘણીવાર આદુ જેવાં અન્ય વનસ્પતિ સાથે મિશ્રણ કરીને, આંતરડાંના કૃમિ સામે પ્રતિકાર માટે પીવામાં આવે છે. લીમડાના પાંદડાને ઉકાળી ઠંડુ પાડી એ પાણીથી મોઢું ધોવાથી લીમડાના પાંદડાઓમાં રહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ કરે છે.