ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને ૧૧ મહિનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું ૨૬ મે થી ૧૫ દિવસ માટે જારી કરાયું છે.

જો કે પ્રથમ દિવસે કેટલાય ખાનગી વાહનો બ્રિજ પરથી સડસડાટ નીકળી ગયાં હતા. જેના બાદ બંન્ને તરફ પોલીસ પહેરો મૂકી ભારે વાહનોને પાછા વાળવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે બ્રિજના બંને બાજુ ભારે વાહનો ઉપરના પ્રતિબંધનો કડક અમલ કરાવવાનું શરૂ કરાયો છે.

બ્રિજના અંકલેશ્વર અને એબીસી ચોકડી તરફ પોલીસ જવાનોએ ભારે વાહનોને અટકાવી હાઇવે તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.૧૫ દિવસ માટે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર તમામ ભારે વાહનો એસ.ટી. બસ સહિતના વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. છતાં પણ પ્રથમ દિવસે કેટલાય ખાનગી વાહનો બ્રિજ પરથી નીકળી જતાં પોલીસે ભારે વાહનોને અટકાવી તેમને હાઇવે તરફ ડાઇવર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.