મુંબઈ ખાતે પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર યોજાયેલી પરિષદમાં બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં

મુંબઈઃ શુક્રવારે મુંબઈ ખાતે નાગરિક હવાઈ પરિવહન મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત “પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓ”ની પરિષદમાં ગુજરાત સરકારની કેબિનેટ મંત્રી  બલવંતસિંહ રાજપૂત  ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રેઝન્ટેશન રજૂ કરી તેમજ ઇન્ડસ્ટ્રી  અગ્રણી-પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ કરવા વિવિધ ૧૪ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા સંબધિત અધિકારીઓ ને હકારાત્મક નિકાલ માટે સૂચન કરવામાં આવ્યુ.

આ પરિષદમાં એરપોર્ટ અને હેલીપેડ ડેવલપમેન્ટ મોડેલ, MRO (મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ), રાજ્યો સાથે ડી.જી.સી.એ (DGCA) ઇન્ટરફેસ, ડ્રોન ઓપરેશન્સનું વિસ્તરણ અને ઉડાન 2.0 હેઠળ કનેક્ટિવિટીની ચર્ચા કરવામાં આવી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૃઢ નેતૃત્વમાં ભારતનું નાગરિક હવાઈ ક્ષેત્ર ઝડપી વિકાસ કરી રહ્યું છે. આ પરિષદ કેન્દ્ર-રાજ્ય અને સરકાર-ઉદ્યોગ વચ્ચે સહકાર વધારવા અને પશ્ચિમ ભારત માટે હવાઈ પરિવહન વૃદ્ધિ ઝડપી બનાવવાના ઉદ્દેશથી યોજાઈ.

આ પરિષદમાં દેવેન્દ્ર ફડણવીસ – મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી, રામમોહન નાયડુ કિંજરાપુ – કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી,  મુરલીધર મોહોલ – કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી, ઉદયપ્રતાપ સિંહ – મધ્યપ્રદેશ રાજ્યના પરિવહન મંત્રી, સમીરકુમાર સિંહા – સચિવ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (ભારત સરકાર), ડૉ. રાજેન્દ્ર કુમાર – સચિવ (નાગરિક ઉડ્ડયન વિભાગ, ગુજરાત સરકાર) ડૉ. ધવલ પટેલ – કમિશનર (નાગરિક ઉડ્ડયન વિભાગ, ગુજરાત સરકાર) ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news