રાજસ્થાનઃ બાલોત્રા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખરાબ સમાચાર

બાલોત્રા CETPના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી અસંખ્ય ખામીઓને ધ્યાનમાં લેતા, રાજસ્થાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટું પગલું ભર્યું અને CETPને બંધ કરાવવાની સાથેસાથે  50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, તેમજ CETP અને તેની સાથે સંકળાયેલી લગભગ 600 ફેક્ટરીઓને CETP સુચારૂ રીતે ચલાવવામાં ન આવે, ત્યાં સુધી તેને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

29 અને 30 જાન્યુઆરીએ બોર્ડના અધિકારીઓએ બાલોત્રા સ્થિત કોમન એફ્લુએંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ દરમિયાન 18 એમએલડી પ્લાન્ટમાં એટલી બધી ખામીઓ જણાઈ હતી કે બોર્ડે આગામી આદેશ સુધી તેને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

બોર્ડના અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું કે 18 MLD પ્લાન્ટ બંધ છે અને જે કંપનીને O&M સોંપવામાં આવ્યું હતું તે કંપની તેને છોડી ચૂકી હતી.  મિસ્ટ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયુ હતું. RIICO વિસ્તારમાં ઘણું બધુ એફ્લુએંટ ઢોળાયેલું જોવા મળ્યું હતું. લુણી નદીમાં પણ એફ્લુએંટ જોવા મળ્યું હતું, જેનાથી ઉજાગર થાય છે કે ટ્રીટમેંટ વિના રાત્રે એફ્લુએંટ નદીમાં છોડવામાં આવતું  હતું.

બોર્ડે CETPની આ પ્રક્રિયાને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને પર્યાવરણને જે નુકસાન થયું હતું તેના માટે તેણે CETP ટ્રસ્ટને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો હતો જે 30 દિવસમાં ચૂકવવાનો રહેશે અને આગામી સમયમાં પર્યાવરણને વધુ નુકસાન ન થાય તે માટે બોર્ડે તરત જ CETP સામે પગલાં લીધા અને તેને સંબંધિત તમામ ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો.

*ઇમેજ સૌજન્ય – ગૂગલ મેપ