દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી વિચાર

નવીદિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક પર છે. ખાદ્ય પદાર્થોની કિંમતો અને સ્ટોક પરની ઇન્ટર મિનિસ્ટરિયલ કમિટીની બેઠક પહેલા સરકારે ચોખા અને ઘઉંની નિકાસ પરના પ્રતિબંધનો બચાવ કર્યો હતો. IMC દર અઠવાડિયે ઉપલબ્ધ ખાદ્યપદાર્થોના સ્ટોક અને વિવિધ ખાદ્ય ઉત્પાદનો પર બજારના હસ્તક્ષેપના પગલાં નક્કી કરવા માટે મળે છે.

શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાને અયોગ્ય ગણાવતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે મકાઈ જેવા પાકો કે જેઓ ઓછા પાણીનો વપરાશ કરે છે તેનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થાય છે. મકાઈના પાક અંગે સરકારનું માનવું છે કે તેનો ઉપયોગ ઈથેનોલ મિશ્રણ માટે કરવામાં આવશે. સરકારે ઉદ્યોગને ખાતરી આપી હતી કે આધુનિક સાધનો અને ટેક્નોલોજી તેમને ન્યૂનતમ ખર્ચે ઇથેનોલ ઉત્પાદન માટે મકાઈના ઉપયોગ તરફ બદલાવ કરવાની મંજૂરી આપશે.

ખાંડની નિકાસ પરની મર્યાદા અને શેરડીના ઇથેનોલમાં રૂપાંતરનો બચાવ કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે મોટા અર્થતંત્રોની સરખામણીમાં ભારતનો ખાદ્યપદાર્થ ફુગાવો ઘણો ઓછો છે તેમ છતાં જ્યારે બજારમાં સટ્ટા સાથે ઠગાઈની સ્થતી ઉભી થાય છે ત્યારે સરકાર બજારમાં હસ્તક્ષેપ કરવા તૈયાર રહે છે.

સૂત્રોએ મહારાષ્ટ્રના લાસલગાંવમાં ડુંગળીના ભાવનું ઉદાહરણ ટાંક્યું હતું, જેમાં કોમોડિટી પરના નિકાસ પ્રતિબંધને હટાવવાની અટકળોને કારણે રાતોરાત ૪૦ ટકાનો વધારો થયો હતો. આ અટકળો UAE અને બાંગ્લાદેશમાં ડુંગળીની મર્યાદિત નિકાસ માટે ભારતની શરતી મંજૂરીને કારણે હતી. સરકાર ટૂંક સમયમાં લણણીના રવી પાકની સ્થિતિ પર નજર રાખી રહી છે ત્યારે તે ૨૦૨૨ જેવી પરિસ્થિતિને રોકવા માટે વહેલી ખરીદી જેવા વિકલ્પો પણ તૈયાર રાખી રહી છે, જ્યારે અચાનક ગરમીના મોજાએ ઘણા ઉત્તરમાં ઘઉંનો પાકને નુકસાન કર્યું હતું.