અમિત શાહે ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરીને ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયનું લોકાર્પણ કર્યું

૫૪ ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આકર્ષક રોશનથી સાળંગપુર ધામ ઝળહળ્યું હતું. રંગબેરંગી રોશની સાથે અદ્ભૂત નજારો સર્જાયો હતો. અમિત શાહ પરિવાર સાથે આ વિશાળ હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી મૂર્તિના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન શાહે દાદાની પૂજા-અર્ચના પણ કરી છે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના સૌથી વિશાળ હાઈટેક કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્‌ઘાટન પણ કરાવ્યું. વહેલી સવારથી અહીં ભક્તોની ભીડ ઉમટી. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે અહીં રાત્રે ભજર્નકિતનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આવનારા ભક્તોને કોઈ અડચણ ના પડે તેવી વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. સાળંગપુરમાં ખુલ્લા મૂકવામાં આવેલા વિશાળ કષ્ટભંજનદેવ ભોજનાલયની વિશેષતાઓ આ પ્રમાણેની છે. – ૫૫ કરોડના ખર્ચે નિમાર્ણ થયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”  – ૪૦૦૦ હજારથી વધુ હરિભક્તો ડાયનિંગ ટેબલ પર બેસી પ્રસાદ લઇ શકશે. – ૭ વિઘા(૧,૦૫,૩૯૫ સ્ક્વેર ફુટ) જમીનમાં પથરાયેલું ભોજનાલય – ૩,૨૫,૦૦૦ સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનું થયું બાંધકામ. – ૨૫૫ કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” – પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એવં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી બનાવ્યું ભોજનાલય – ભોજનાલયની ડીઝાઇન આર્કિટેક પ્રકાશભાઈ ગજ્જર અને સ્ટ્રક્ચરની ડીઝાઇન રાજેશભાઈ પટેલે કરી છે. – ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન અને હાઇટેક કિચનની વિશેષતાઃ- જાણો કે – ભોજનાલયમાં ૪૫૫૦ સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે.   – જેમાં ૧ કલાકમાં ૨૦,૦૦૦ હજારથી વઘુ લોકોની રસોઈ – ગેસ-વીજળી અને લાઈટ વગર બનશે રસોઈ. – દરેક શ્રદ્ધાળુને પીરસાશે ગરમાગરમ રસોઈ. ડાઈનિંગ હોલની વિશેષતાઃ – ભોજનાલયમાં કુલ ૭ ડાયનિંગ હોલ – ૩૦,૦૬૦ સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોરે ૨ મોટા ડાઈનિંગ હોલ, – જેમાં ફસ્ટ સેકન્ડ ફ્લોરે (વીઆઈપી-૧, ૨૬૫૦ સ્ક્વેર ફૂટમાં) (વીઆઈપી-૨, ૨૦૩૫ સ્ક્વેર ફૂટમાં), – સેકન્ડ ફ્લોરે (વીઆઈપી-૩, ૯૦૦ સ્ક્વેર ફૂટમાં) અને – એક સાથે ૪૦૦૦ હજારથી વધુ હરિભક્તો ડાયનિંગ ટેબલ પર બેસી પ્રસાદ લઇ શકશે. ભોજનાલયના રૂમની વિશેષતા :- – ભોજનાલયમાં કુલ ૭૯ રૂમ બનાવ્યા છે જેમાં – ૮ રૂમ ૫૩૦ સ્ક્વેર ફૂટમાં – ૪૦ રૂમ ૨૬૦ સ્ક્વેર ફૂટમાં – ૨૨ રૂમ ૩૪૫ સ્ક્વેર ફૂટમાં – ૪ રૂમ ૩૬૮ સ્ક્વેર ફૂટમાં – ૮ રૂમ ૫૩૦ સ્ક્વેર ફૂટમાં – ૧ રૂમ ૩૦૬ સ્ક્વેર ફૂટમાં – ૧ રૂમ ૪૭૫ સ્ક્વેર ફૂટમાં – ૧ રૂમ ૩૭૦ સ્ક્વેર ફૂટમાં – ૧ રૂમ ૩૩૫ સ્ક્વેર ફૂટમાં – ૧ રૂમ ૫૩૦ સ્ક્વેર ફૂટમાં  બનાવવામાં આવેલ છે.