અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા પાંખ દ્વારા મોરબી જિલ્લા અને તાલુકાના પ્રમુખની વરણી કરવામાં આવી

મોરબીઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 45 વર્ષથી નીચેના યુવાઓ માટે એક વિશેષ યુવા પાંખની સ્થાપના કરવામાં આવી છે. આ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા છે. આ યુવા પાંખ દ્વારા મોરબી જિલ્લાની મુલાકાત કરવામાં આવી હતી.

તારીખ 8 જુલાઈના રોજ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા અને તેઓની ટીમ દ્વારા મોરબી જિલ્લાની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકત દરમિયાન મોરબી મુકામે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના તાલુકાઓ મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેર તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી. આ પ્રસંગે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં મેમ્બર અક્ષિતસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા યુવા પાંખના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

મોરબી જીલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ જાડેજાની વરણી કરવામાં આવી. મોરબી તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે દિવ્યરજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી. માળીયા તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે ભગીરથસિંહ જાડેજાની વરણી કરવામાં આવી. ટંકારા તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે જયદીપસિંહ ઝાલાની વરણી કરવામાં આવી. વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે કૃષ્ણસિંહ ઝાલાની વરણી કરવામાં આવી. હળવદ તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે યશરાજસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી. તમામ પ્રમુખો અને તેમની ટીમનું દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતુ.

આ તકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહામંત્રી નીરૂભા ઝાલા, જીલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા, મહામંત્રી રાજવીરસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહજી ઝાલા રંગપર, મોરબી મહિલા સંઘના પ્રમુખ બાશ્રી જયશ્રીબા ઝાલા તેમજ યુવા સંઘના સિનિયર મહામંત્રી જયેન્દ્રસિંહ જાડેજા, માળીયા પ્રમુખ વનરાજસિંહ જાડેજા, હળવદ પ્રમુખ વિજયસિંહ ઝાલા, વાંકાનેર પ્રમુખ રાજભા જાડેજા, ટંકારા તાલુકાના પ્રભારી રૂપસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નીરૂભા ઝાલાએ યુવા સંઘની કાર્યપ્રણાલી અને સમાજ ઉપયોગી કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. દિગ્વિજયસિંહ ઝાલાએ યુવા પાંખની રચનાના ઉદ્દેશ્ય વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મંત્રી મહાવીરસિંહ ઝાલા સરધારકા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ યુવા પાંખના નવનિયુક્ત મહામંત્રી ધર્મદીપસિંહ જાડેજાએ કરી. તમામ ઉપસ્થિતો વચ્ચે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ સાથે કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news