દિલ્હી બાદ અંકલેશ્વરમાં પણ હવા વધુ જોખમી બની : એક્યુઆઈ ૩૧૮ પર

અંકલેશ્વરમાં પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ ૨૮૫ પર આવતા થોડી રાહ જાેવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ આવ્યો છે. જેમાં હજુ પણ સૌથી મોટી સમસ્યા હવા માં રહેલ પાર્ટિકલ એવા પી.એમ ૨.૫ જાેયા મળી છે જેમાં ૩૦૩ એવરેજ સાથે વધુ માં વધુ ૩૯૨ પર પહોંચી ગયો છે. તો પી.એમ ૧૦ પણ વધુ માં વધુ ૨૦૭ અને એવરેજ ૧૫૭ નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ પણ વધુ માં વધુ ૧૨૯ ને એવરેજ ૧૦૫ આવતા તંત્ર માટે વધુ ચિંતા વધારી છે. જેમાં માટે જીપીસીબી દ્વારા સ્થિતિ પર નજર રાખતા કાર્બન ડાયોક્સાઇડ નું સર્જન કરતા ઉદ્યોગો કડક તાકીદ કરી છે.

અંકલેશ્વર સતત પાંચમાં દિવસે એક યુ આઈ ૩૧૮ પર પહોંચ્યો હતો. સાંજ પડતાં રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન માં આવ્યો હતો. જોકે રેડ ઝોન નજીક સાંજે પણ એક.યુ.આઈ જાેવા મળ્યો હતો. શિયાળાની શરૂઆત થતાં હવામાં બેફામ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં જીપીસીબીનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. શિયાળાને લઇ ઈન્વર્ઝન ને લઇ હવાની ગુણવત્તા બગડી છે. ખાસ કરીને છેલ્લા ૪ દિવસથી આરોગ્ય માટે હાનિકારક હવા જોવા મળી રહી છે. સતત્ત ચોથા દિવસે એ.ક્યુ.આઈ ૩૦૦ ને પાર પહોંચી ૩૦૩ પર સવારે આવી લગાતાર ચોથા દિવસે રેડ ઝોન માં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *