થરાદમાં આવેલી રબ્બરની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
થરાદના મલુપુરમાં આવેલી રબ્બરની એક ખાનગી કંપનીના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગતાં ભારે ઉત્તેજના સાથે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જો કે આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. પરંતુ માલિકને નુકશાન થયું હતું.
મલુપુર ગામે રવિ ઇન્ફ્રાબીલ્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કાર્બ. રબ્બરનું ગોડાઉન આવેલ છે. જેના ગોડાઉનમાં ગુરુવારની વહેલી સવારે આગ લાગી હોવાની જાણ થરાદના ફાયર ફાયટર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર ઓફીસર વિરમ રાઠોડ ટીમ સાથે તાબડતોબ દોડી ગયા હતા. આગ લાગવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.