સુરતના ઈચ્છાપોરની કંપનીમાં ભીષણ આગ લાગી
સુરતમાં વારંવાર ક્યાંક ને ક્યાંય આગના બનાવ જાેવા મળે છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર સુરતમાં હજીરાના ઈચ્છાપોર વિસ્તારની એસએમએલ ફિલ્મસ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. કંપનીમાં આગ લાગતાની સાથે જ મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓ કંપનીની બહાર દોડી આવ્યા હતા. કંપનીમાં પોલિસ્ટરનો ખૂબ મોટો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગને જાણ થતા કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે. આ સાથે જ કંપનીમાં રહેલા કર્મચારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કંપનીમાં પોલિએસ્ટરના કારણે આગ જાેતજાેતામાં ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને તેના કારણે કર્મચારીઓ પોતાના જીવ બચાવીને નાસભાગ કરવા લાગ્યા હતા. કંપનીમાં આગ લાગતાની સાથે જ ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં નીકળતો હતો. જેથી આસપાસના વિસ્તારમાં પણ ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. ફાયર વિભાગની ટીમને કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળે આગ ઉપર નિયંત્રણ લાવવા માટે રવાના થઇ છે. ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા છે. પોલિસ્ટર હોવાને કારણે તેના ઉપર નિયંત્રણ લાવવા ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. સુરતની અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમો હાલ રવાના કરવામાં આવી છે તેમજ આ વિસ્તારની પણ કેટલીક ખાનગી કંપનીઓની ફાયર ત્યાં પહોંચી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે અને તેના કારણે કર્મચારીઓ પણ ભયભીત છે. પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બોઈલર પાસેથી આગ શરૂ થઈ હતી અને તેના કારણે જ જાેતામાં આગે ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લીધું છે. જાેકે સત્તાવાર રીતે ફાયર વિભાગના કોઈપણ અધિકારીએ આ બાબતે હજી કોઈ માહિતી આપી નથી.