ગાઝિયાબાદમાં ઝુપંડપટ્ટીમાં આગ લાગતા બાજુની ગૌશાળાની ૫૦ ગાયોના મોત

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગી છે. આગનું ભયાનક સ્વરૂપ જાેઈને ત્યાં રહેલા લોકોમાં અફરા-તફરી જાેવા મળી હતી. ઝુપડપટ્ટીઓમાં લાગેલી ભીષણ આગને કારણે લોકો ભોગદોડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં ઝુપડપટ્ટીમાં રહેલા નાના સિલિન્ડર પણ આગ લાગવાને કારણે બ્લાસ્ટ થઈ ગયા. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ગૌશાળાના સંચાલકે જણાવ્યું કે તેમની ગૌશાળામાં ઘણી ગાયો હતો, જે આગની ઝપેટમાં આવી ગઈ. અનેક ગાયોના સળગીને મોત થયા છે. ઘટનાની માહિતી મળતા ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંભીર ઘટનાને જાેતા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ૨૪ કલાકમાં તમામ પીડિતોને સંભવ મદદ પહોંચાળવાનો આદેશ અધિકારીઓને આપ્યો છે. આ સાથે મુખ્યમંત્રી યોગીએ તંત્રને ઘટનાસ્થળે પહોંચી સ્તિતિનું નિરીક્ષણ કરી મદદ કરવાનું પણ કહ્યું છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાથી દુખદ સમાચાર આવી રહ્યાં છે. જિલ્લાના ઇન્દિરાપુરમ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભયંકર હતી કે થોડીવારમાં પાસે બનેલી એક ગૌશાળા સુધી પહોંચી ગઈ. ગૌશાળાની ૫૦થી વધુ ગાયો આગની ઝપેટમાં આવી ગઈ અને સળગીને ગાયોના મોત થયા છે.