પાદરા નજીક અરવલ્લી કેસ્ટોર કંપનીમાં ભીષણ આગ લાગી
પાદરાના મુજપુરથી બોરસદ જતા રોડ પર આવેલી અરવલ્લી કેસ્ટોર કંપનીમાં આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગ ધીરે ધીરે લઇ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
આગને પગલે કંપની બહાર જાહેર માર્ગ પર લોકોનો મોટા પ્રમાણમાં જમાવડો થયો છે અને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી સ્થાનિક તેમજ વડોદરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગ વિકરાળ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. પાદરા પાસે આવેલી અરવલ્લી કેસ્ટોર કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ રહસ્ય હજી અકબંધ છે. આગ કાબૂમાં આવ્યા પછી આગના કારણ અંગે તપાસ કરવામાં આવશે, ત્યાર બાદ જ આગનું કારણ બહાર આવશે.
વડોદરા જિલ્લાના પાદરાના એકલબારા ગામ પાસે આવેલી અરવલ્લી કેસ્ટોર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાને પગલે સ્થાનિક અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.