નડિયાદના એક મકાનમાં ભીષણ આગ લગતા ઘરનો સામાન બડીને ખાક
નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસટી નગર ની પાસે સોસાયટીમાં રહેતા, મકાનમાં એકાએક આગ લાગી હતી. આ મકાનના ઉપરના માળે આગ લાગતા ઘર માલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરાતા ફાયર કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આબાદ ઉપરના માળે પાણીનો છંટકાવ કરી લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે જોકે આગમાં ઉપરના માળે મુકેલ ઘરવખરી સંપૂર્ણ રીતે બળી જવા પામી હતી જેના કારણે પરિવારને મોટુ આર્થિક નુકશાન થયું છે. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.
નડિયાદમાં રહેણાંક મકાનમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે અહીં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આ ઘટનામાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ છે.