ગોંડલમાં બાઈકના શોરૂમમાં આગ લાગતા ૭ બાઈક બળીને ખાખ થયા

ગોંડલના ગુંદાળા ફાટક પાસે આવેલ રાજર્ષિ બાઈકના શો-રૂમમાં આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા ગોંડલ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સાથે પીજીવીસીએલની ટીમે વીજ પાવર બંધ કર્યો હતો.

આગ લાગ્યાની જાણ થતા જ નગર પાલિકા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યાં શો-રૂમનું શટર તોડી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ ફાયરબ્રિગેડની ત્વરીત કામગીરીથી અન્ય દુકાનો બચી ગઇ હતી.ગોંડલમાં બાઈકના શો-રૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. દુકાનમાંથી ધુમાડા નિકળતા હતા. જેને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી. આ ભીષણ આગમાં ૭ બાઈક બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news