સુરતમાં હરિયાલ GIDCમાં પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી
સુરત: રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. હરિયાલ જીઆઇડીસીમાં આવેલ મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી છે. ઘટનામાં ત્રણ લોકો દાઝ્યા હોવાની વિગત સામે આવી છે. કલાકો બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.