પોરબંદરમાં ભારે પવનને કારણે મકાન ધરાશાયી થયું
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદી માહોલ છે. તંત્રએ વાવાઝોડા અને વરસાદને લઇ લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. પવનને લીધે પોરબંદરમાં વરસાદને કારણે ખારવાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાન ધરાશાયી થતાં ૫૦ વર્ષીય એક વ્યક્તિનું મૃત્યું થયું, જ્યારે ત્રણ લોકોને ફાયરબ્રિગેડે રેસક્યુ કરીને બહાર કાઢ્યા હતા.
શહેરમાં ભારે પવનથી ૨૪ કલાકમાં ૨૦ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. પાંચ વૃક્ષો તો માત્ર બે કલાકમાં ધરાશાયી થયા હતા.પોરબંદરની સાથે રાણાવાવમાં પણ વૃક્ષો ધરાશાયી થયા હતા.હાઇવે પર વરસાદને કારણે થયેલા પોલાણમાં એક ટ્રક ફસાયો હતો. જેના કારણે થોડાં સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.