અમદાવાદઃ બાવળામાં આવેલી ESDEE PAINTS પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ
અમદાવાદઃ જિલ્લાના બાવળામાં ચાંગોદર નજીક આવેલી એક પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી હતી. ચાંગોદર-બાવળા માર્ગ પર આવેલી ESDEE PAINTS નામની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં જ્વલંતશીલ પદાર્થ હોવાથી ભીષણ આગ લાગી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ચાંગોદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે સાતથી વધારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.
અમદાવાદના સાણંદના ચાચરાવાડી વાસણા ગામના પાટિયા પાસે કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. ESDEE PAINTS લિમિટેડ કંપનીમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી ગઇ છે. ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ બુઝાવવા ફાયર રોબોની પણ મદદ લેવાઈ હતી.
બાવળામાં આવેલી ESDEE PAINTS LTD નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી જોતરાયા હતા. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ હતી. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની હતી. ફાયર વિભાગ અને ચાંગોદર પોલીસ ઘટના સ્થળે હાજર હતા. સરકારી ફાયર ફાઇટર સાથે ખાનગી કંપનીની ફાયરની ગાડી પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઇ હતી. છેલ્લે મળતી વિગતો પ્રમાણે ફાયર વિભાગના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધી છે. આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જાણકારી મળી રહી નથી.