દાદરા નગર હવેલીમાં મોરનો શિકાર કરનારા શખ્સને વનવિભાગે ઝડપી પાડ્યો
દાદરા નગર હવેલીને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા જંગલોમાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળી હતી. વન વિભાગ દ્વારા ચેક કરતા નાનાપોઢા ગામનો એક ઇસમને રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરી લઈ જતા ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર આરોપીની ધરપકડ કરવામા આવી છે.
વનવિભાગના ફોરેસ્ટ ટીમ પેટ્રોલિંગ દરમ્યાન જંગલમા હલચલ જોતા તપાસ કરતા એક વ્યક્તિ મરેલા મોર સાથે જોવા મળ્યો હતો. જેને ગલોન્ડા ફોરેસ્ટમા ફોરેસ્ટર સ્વપ્નિલ પટેલ અને તેજસ પટેલે આરોપી નિલેશ જાદવ ઉ.વ.૩૮રહેવાસી કપરાડા જે એના કોઈ સગાને ત્યા રોકાયો હતો અને અહી જંગલમા ગિલોડ વડે મોરનો શિકાર કર્યો હતો. જેની વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ સેક્સન ૯મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે.આરોપીને આરએફઓ કિરણ પરમારે કોર્ટમા રજુ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર શિડયુલ વનમા આવતુ હોવાને કારણે ગુનાની સજા ૩વર્ષ કે તેથી વધુ હાલમા આરોપીને ૧૪દિવસના જ્યુડિશિયલ કસ્ટડી આપવામા આવ્યા છે.વનવિભાગ દ્વારા મોરનુ પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.