દ્વારકાના ભાટિયામાં મુશળધાર વરસાદ વરસ્યો
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભાટિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારકાના ભાટિયા ગામે એક કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આવેલા ભારે વરસાદના પગલે સમગ્ર ભાટિયા ગામમાં પાણી જ પાણી થઈ ગઈ હતું.
દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક એટલે કે અલગ- અલગ પીએચસી સેન્ટર પર નોંધાયેલા સતાવાર વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો દ્વારકામાં ૨ એમએમ, કલ્યાણપુર તાલુકામાં ૩૮ એમએમ, ખંભાળીયા તાલુકામાં ૮૯ એમએમ તેમજ ભાણવડ તાલુકામાં ૫૩ એમએમ વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં પણ મેઘમહેર થઈ હતી. જિલ્લાના કલ્યાણપુર પંથકના ભાટિયા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તોઓ પર નદીઓ વહેવા લાગી હતી.