ગુજરાતમાં બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૫૬ ટકાનો વધારો

રાજ્યમાં ૨૦૧૯માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા ૯૪૪ હતી જે વધીને ૨૦૨૦માં ૧૧૧૯ થઇ હતી. ૨૦૨૧માં નોંધપાત્ર રીતે વધારો થઇ ૯૭૭૮ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં ૯૫૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. જેની સામે પેટ્રોલ-ડીઝલના વાહનોના રજિસ્ટ્રેશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ૨૦૧૯માં ૧૬.૧૬ લાખ પેટ્રોલ-ડીઝલના વાહનોના રજિસ્ટ્રેશન સામે ૨૦૨૧માં ૧૨.૦૯ લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના વાહનોમાં ૨૫૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાં ૨૦૧૯માં ૧.૬૫ લાખ ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા જાય્રે ૨૦૨૦માં થોડો ઘટાડો થઇ ૧.૨૩ લાખ વાહનો નોંધાયા હતા જ્યારે ૨૦૨૧માં નોંધપાત્ર રીતે વધારો થઇ ૩.૨૫ લાખ વાહનો નોંધાયા હતા. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે ૨૦૨૧માં સમગ્ર દેશમાં કુલ ૩.૨૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી સામે પેટ્રોલ-ડીઝલના ૧.૮૩ કરોડ વાહનો નોંધાયા હતા. ૨૦૧૯માં ૧.૬૫ લાખ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી સામે પેટ્રોલ-ડીઝલના ૨.૩૮ કરોડ વાહનો નોંધાયા હતા.

છેલ્લા બે વર્ષમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના વાહનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨૦૨૧માં સૌથી વધારે ૬૬ હજાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉત્તરપ્રદેશમાં થઇ હતી. બીજા નંબરે કર્ણાટકમાં ૩૩ હજાર ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઇ હતી. કંપની વર્ષ ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો માટેની બેટરીના ઉત્પાદન માટે રાજ્યમાં ૧૦,૪૪૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

કંપનીએ આ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની વર્ષ ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો માટેની બેટરીના ઉત્પાદન માટે રાજ્યમાં ૧૦,૪૪૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ આ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news