વઢવાણમાં રાજ મહેલના ગેટ પાસે લાગી ભીષણ આગ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબુ

સુરેન્દ્રનગરના વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ લાગતા અફડા-તફડી મચી જવા પામી હતી. આ ભયાવહ આગમાં ઇલેકટ્રીક વાયરો બળતા વિસ્તારમાં ઘોર અંધારપટ્ટ છવાઇ ગયો હતો. વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

વઢવાણ સ્ટેટના ખારવાની પોળે આવેલા રાજ મહેલ નજીક રાખવામાં આવેલા લાકડાના જંગી જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, સહિતના ફાયર બ્રિગેડે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી.

આ વિકરાળ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જ્યારે પ્રાપ્ત વિગતાનુસાર ફાયર ફાયટરોની ટીમેં સતત પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ ભયાવહ આગ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પ્રસરે નહીં તે માટે લોકોને પણ સાવચેત કરાયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news