વન વિભાગની જમીનમાં ગેરકાયદેસર બોર બનાવતા ૩ લોકોની ધરપકડ

ભુજ : વન વિભાગ દ્વારા આરોપીઓની પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલી વિગતો અનુસાર મીઠાના અગર બનાવવાની તૈયારી માટે બોર બનાવવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન બોર બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું અંદાજિત રૂ. ૭૫થી ૮૦ હજારની કિંમતનું મશીન જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલા અને ચોબારી ફોરેસ્ટર એન.એસ.કોલી દ્વારા ફોરેસ્ટ ઓફેન્સ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઓપરેશન દરમિયાન મદદનીશ વન સંરક્ષક સી.એસ.પટેલ સાહેબના સંકલનમાં રહી ભચાઉ આર.એફ.ઓ. અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઈસમોને યાંત્રિક મશીનરી દ્વારા પાણીનો બોર બનાવી અને વાહન સાથે ગેરકાયદેસર પ્રવેશ કરી અને વન્યપ્રાણી રહેઠાણને નુકશાન કરતાં રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ વન વિભાગ ભચાઉ રેન્જના ચોબારી રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવતી ક્ડોલ બીટના રક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રણ-વન્યપ્રાણી અભયારણ્યમાં વન્યપ્રાણી રહેઠાણને નુકશાન કરવાની ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ભચાઉના નવાગામના આરોપી મુળારામ નાનગારામ ચૌધરી, અંજારના નીંગાળ ગામના શામજી નારણભાઈ આહિર અને અશોક મફાજી ઠાકોર ગેરકાયદેસર પ્રવૃતિ બદલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news