બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી

બ્રાઝિલ દેશમાં તબાહીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે. નાગરિકોની સુરક્ષા સાથે સંબંધિત કામ જોતા અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી છે. પાઉલોના અધિકારીઓનું કહેવું છે કે નવ લોકો ઘાયલ થયા છે, જ્યારે ચાર ગુમ છે. આ સિવાય ૫૦૦ જેટલા પરિવારોને ઘર છોડવું પડ્યું છે.

સાઓ પાઉલોના ગવર્નર જોઆઓ ડોરિયાએ રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી અને કહ્યું કે તેમણે અસરગ્રસ્ત શહેરો માટે કટોકટી સહાયમાં ૧૫ મિલિયન રીસ (૨.૭૯ મિલિયન ડોલર) મંજૂર કર્યા છે. ફેડરલ સરકારના પ્રાદેશિક વિકાસ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાઓ પાઉલોની આસપાસના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં અરુજા, ફ્રાન્સિસ્કો મોરાટો, એમ્બુ દાસ આર્ટ્‌સ અને ફ્રાન્કો દા રોચાનો સમાવેશ થાય છે.

વાવાઝોડાએ વરઝેઆ પૌલિસ્ટા, કેમ્પો લિમ્પો પૌલિસ્ટા, જાઉ, કેપિવારી, મોન્ટેમોર અને રાફાર્ડમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું. ડિસેમ્બરથી, ભારે વરસાદ ઉત્તરપૂર્વ બ્રાઝિલમાં જીવલેણ પૂરનું કારણ બની ગયું છે, મધ્યપશ્ચિમમાં ખેતીને નુકશાન થવાની ભીતિ છે અને મિનાસ ગેરાઈસ રાજ્યમાં ખાણકામની કામગીરીને થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news