મોરબીના ભરતનગરમાં કેનાલ પાસે ખાડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા
મોરબીના ભરતનગર ગામમાંથી કેનાલ નીકળી છે. આ કેનાલની બાજુમાં પાઇપ લાઇનનું કામ કરાયું છે. જ્યાં એન્જિનિયરોએ ઘોર બેદરકારી દાખવી મસમોટા ખાડાઓ રાખી દીધા છે. જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં એટલે કે ૮૦થી ૯૦ વીઘામાં પાક નિષ્ફળ ગયો છે.
ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ઉભા પાકને મોટુ નુકશાન થવા પામ્યું છે. આ અંગે જયારે ખેડૂતોએ રજૂઆત કરી તો વળતર આપવાને બદલે અધિકારીઓ તરફથી કેસ કરવાની ધમકી મળી છે. ત્યારે એ પ્રશ્ન ઉભો થયો છે કે આ મોટા ખાડાઓ શું ખેડૂતોએ કર્યા છે આ કેનાલ બ્રાહ્મણ-બે ડેમમાંથી નીકળે છે. જે મોરબીના ભરતનગર સહિતના વિસ્તારોમાં પસાર થાય છે. ગત ૨૦ જાન્યુઆરીએ આખો દિવસ આ કેનાલમાં પાણી ચાલુ રહેતા ખાડાઓ મારફત અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ઉભા મોલને મોટું નુકસાન થયું છે. આમ જ્યાં સુધી આ અંગેનું વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની ખેડૂતોએ ચીમકી આપી છે.
મોરબીના ભરતનગર ગામે કેનાલની બાજુમાં પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી એન્જિનિયરોએ બેદરકારી દાખવી મસમોટા ખાડા રાખી દેતા આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. જેના કારણે ૮૦થી ૯૦ વીઘા ખેતરોમાં મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે. તેમજ આ આક્ષેપ સાથે ખેડૂતો રજૂઆત કરવા જતા તંત્ર તરફથી ધાક-ધમકી મળી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. એટલું જ નહીં તંત્ર દ્વારા વળતર આપવામાં પણ ઠાગા- ઠૈયા થયા કરવામાં આવી રહ્યા હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે. આથી જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.