વડોદરામાં એસબીઆઈના બે એટીએમમાં આગ લાગી
વડોદરાના ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલી એસબીઆઈ બેંકનાં બે એટીએમમાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. એટીએમ મશીનમાં આગ લાગતાં ગામ લોકો સ્થળ પર દોડી ગયા હતા. એ સાથે આગના બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો સ્થળ પર દોડી ગયા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે આગ કાબૂમાં આવે એ પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયાં હતાં.
મોડી રાત્રે એટીએમ મશીનોમાં આગ લાગતાં સાયરન વાગતાં ગામલોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે તરત જ ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. એ સાથે આ બનાવની જાણ બેંક-મેનેજર હરીશભાઈને થતાં તેઓ દોડી ગયા હતા. આગના આ બનાવને પગલે રાત્રે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ભીષણ આગને કારણે એટીએમ મશીનો બળીને ખાખ થઇ જતાં લાખોની કેશ સળગી ગઈ હોવાની આશંકા સેવાઇ રહી છે.
જોકે આ બનાવમાં ચોક્કસ કેશ કેટલી બળી હોવાની વિગતો મેળવવા બેંક-મેનેજર હરીશભાઈનો સંપર્ક કરતાં તેમણે હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. એટીએસ મશીનોમા આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે. આગના આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવની કાર્યવાહીમાં પોલીસ પણ જોડાઇ હતીવડોદરા શહેર નજીક ગોત્રી સેવાસી રોડ પર આવેલાં એસબીઆઈનાં બે એટીએમ મશીનોમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ આગને કાબૂમાં લે એ પહેલાં એટીએમ મશીનો બળીને ખાખ થઇ ગયાં હતાં. એટીએમ મશીન સ્થિત લાખોની કેશ ખાખ થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.