કડોદરા GIDCની કંપનીમાં આગ લાગતા બે લોકોના મોત

કડોદરા GIDCની મિલમાં સવારે આશરે ૪.૩૦ની આસપાસ ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં બેઝમેન્ટમાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે ૧૦૦થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે અનેક કામદારોને નાની મોટી ઇજા થતા તેમને હોસ્પટિલમાં લઇ જવામાં આવ્યા છે. આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની ૧૦થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે, ૨ હાઇડ્રોલિક ક્રેન વડે મિલના કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ફસાયેલા ૧૦૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, આ ગોઝારી ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા ૧૦૦થી વધુ લોકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના આવતા પહેલા કેટલાક કામદારો ઉપરથી નીચે પણ કૂદ્યા હતા પરંતુ તેમા કોઇ જાનહાની થઇ નથી.

એસડીએમ, કે. જી વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના સવારે ૪.૩૦ કલાકની આસપાસ બની હતી. સવા સો જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. એક વ્યક્તિના મોતની પુષ્ટી થઇ છે પરંતુ આ આગ કાબૂમાં આવે તે બાદ પરિસ્થિતિની વધારે ખબર પડશે. બેઝમેન્ટમાં લાગેલી આગને બૂઝવવા માટે ફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યાં કોઇ કામદાર બેભાન અવસ્થામાં છે કે નહીં તે પણ જોવામાં આવી રહ્યુ છે.

માહિતી પ્રમાણે GIDCમાં આવેલી કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવા પેકેજીંગ કંપનીમાં બનાવ બનતા કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી. તો ઘણા લોકો છત પર જોવા મળ્યા હતા. જ્યાંથી તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news