WHOનું ડેલ્ટા વેરિયન્ટ માટે ફરી અલર્ટ.. મિડલ ઈસ્ટના ૧૫ દેશમાં કેસ વધ્યા

મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે.

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને કારણે મિડલ ઈસ્ટના મોટા ભાગના દેશ ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે, જોકે સંક્રમિતો અને મૃત્યુના આંકડા પર નજર નાખ્યે તો એમાં મોટા ભાગના લોકો એવા છે, જેમણે વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી.

 મિડલ ઈસ્ટના દેશોમાં વેક્સિનેશનનો દર ઓછો હોવાના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. બે મહિના પહેલાંની સરખામણીએ અહીં ગત મહિને કોરોનાના કેસ ૫૫ ટકા સુધી વધ્યા છે, જ્યારે મૃત્યુની વાત કરીએ તો એમાં ૧૫ ટકાનો વધારો રેકોર્ડ નોંધાયો છે. અહીં દર સપ્તાહે ૩.૧૦ લાખ કેસ અને ૩,૫૦૦ મૃત્યુ નોંધાયાં છે.

નોંધવા જેવી વાત એ છે કે મિડલ ઈસ્ટમાં અત્યારસુધીમાં ૪.૧ કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. એ આ વિસ્તારની કુલ વસતિના માત્ર ૫.૫ ટકા જ છે. આ વેક્સિન ડોઝમાં પણ ૪૦ ટકા વેક્સિન હાઈ-ઈન્કમ દેશોમાંથી લગાવવામાં આવી છે. વિસ્તારમાં આ દેશોની વસતિ માત્ર ૮ ટકા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news