લદ્દાખમાં વહેલી સવારે ૪.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા

લદ્દાખ ખાતે સોમવારે સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.

ભૂકંપની જાણકારી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ પ્રમાણે લદ્દાખની રાજધાની લેહ ખાતે સવારે ૬ઃ૧૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૬ રહી હતી અને તેનું કેન્દ્ર જમીનથી ૧૮ કિમી અંદર હતું.

અગાઉ ગત મહિને ૨૧ અને ૨૨ મેના રોજ પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત ૨૨ મેના રોજ કારગિલ પાસે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે ૨૧ મેના રોજ લદ્દાખમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news