મહેસાણાનો ૧૦ વર્ષનો આરવ કરે છે ઓક્સિજનનું વાવેતર

કોરોનાકાળમાં ઓક્સિજનની જોરદાર અછત વર્તાઈ છે, ત્યારે મહેસાણાનો ૧૦ વર્ષનો બાળક રોજ સવારે ૬ વાગે ઉઠી રોડની સાઈડના ૧૦ વૃક્ષોને પાણી સિંચન કરે છે. તે નાનો જરૂર છે પણ તેના વિચારો બુલંદ છે. મહેસાણા શહેરમાં હાલ કોરોના દર્દીઓને લઈને દોડાદોડ કરતી એમ્બ્યુલન્સની સાયરન સંભળાય રહી છે. આવી ભગદોડમાં ઓક્સિજન પ્રદાન કરતા વૃક્ષોને જીવાડવા ૧૦ વર્ષીય ટાબરીયો તેની સોસાયટી નજીકના રોડની સાઈડના ૧૦ વૃક્ષોને રોજ સવારે છ વાગ્યે ઊઠી પાણી પીવડાવી વૃક્ષોના જતનની પ્રેરણા આપી રહ્યો છે.

રાધનપુર રોડ ઉપર આવેલ શૈલજા હોમમાં રહેતા યુનિવર્સિટીના પ્રોફેસર કેતનભાઈ પટેલનો દસ વર્ષનો પુત્ર આરવ ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. આરવ નાનો જરૂર છે પણ ઘરમાં પણ દરેક આજ્ઞાનું પાલન કરે છે. વહેલા સવારે ૬ વાગે જાગી જાય છે. ઘેર રોજ પૂજા પાઠ પણ કરે છે, અને છેલ્લા દોઢ વર્ષથી તેના ઘરેથી રોજ સવારે છ વાગે નીકળી પાણીનો અડધો કેલબો ભરી અડધાથી એક કિલોમીટર દૂર રાધનપુર રોડ પરના વૃક્ષોને પાણી સિંચવા નીકળી પડે છે.

ત્રણથી ચાર ફેરા કરી ૧૦ જેટલા વૃક્ષોને નિયમિત પાણી સિંચે છે. આરવના મમ્મી આઈટીઆઈમાં અને પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આ બાળક તો નાનું પણ તેના વિચારો ગગનચુંબી છે. આરવ કહે છે કે જાે બધા વૃક્ષોનો ઉછેર કરે તો કંઈ તકલીફ ન પડે. એના પિતા કેતનભાઇ પટેલે કહ્યું કે, આરવને નાનપણથી વૃક્ષો ઉછેરવાનો શોખ છે. તે નાનો છે એટલે અમે તેને રોડ ઓળગવા દેતા નથી. સોસાયટીના ગાર્ડન અને સોસાયટીની સાઇડે રાધનપુર રોડ ઉપર વૃક્ષોને કેલબાથી રોજ પાણી પીવડાવે છે અને અમે તેને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. બાળક આરવનું કહેવું છે કે વૃક્ષોનું જતન કરીશું. તો આવનારા સમયમાં ઓક્સિજનની તકલીફ નહીં પડે.

કોરોનાના કપરાકાળ વચ્ચે આજે સવારે એક પોઝિટિવ એક્ટિવિટી મારી નજરે પડી. કોરોના મહામારીથી આખું વિશ્વ પીડાઈ રહ્યું છે. પણ લોકો હજુ સમજ્યા નથી કે સમજવા માંગતા પણ નથી કે આ આફતો કેમ આવે છે? કુદરતી જીવ સૃષ્ટી પ્રત્યેની માણસની નિષ્ઠુરતા જાેતા અત્યારે માણસ માણસનો દુશ્મન બની રહ્યો છે. આપણે એજ કુદરતની સાથે જીવવા વાળા છીએ, જે આપણને લાંબુ જીવન અને સુખાકારી પ્રદાન કરે છે.

રોડ પરથી પસાર થતા એક દ્ગય્ર્ં સંચાલકે આ બાળકને રોજ નજરે જાેતા કહ્યું કે, મને રોજ રોડ પર એમ્બ્યુલન્સની સાયરનોથી હૃદય કંપી જાય છે તેવા હૃદય દ્રાવક દ્રશ્યો વચ્ચે રોડ સાઈડના ઝાડવાને પાણી પાતો એક ૧૦ વર્ષનો છોકરો જાેક દ્રશ્યો વચ્ચે રોડ સાઈડના ઝાડવાને પાણી પાતો એક ૧૦ વર્ષનો છોકરો જાેવા મળ્યો. તેને પૂછતાં જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. પોતાના ઘરથી રોડ સુધી આવવા જવાનું ૧ કિલોમીટર અંતર થાય તેમ છતાં આ આરવ કેતનભાઈ પટેલ નામનો છોકરો રોજ ૧૦ ઝાડને ૧૫ લીટરના ૩થી ૪ કેલબા પોતાની સાઇકલ પર લાવીને પાણી પાય છે.

એને પૂછતાં કહ્યું કોરોના મહામારીમાં ઓક્સિજન આપણે જરૂર શોધીએ છીએ પણ વૃક્ષો કોઈ ઉછેરવા તૈયાર નથી. મને મારા મમ્મી પપ્પાથી પ્રેરણા મળીને હું ૬ વાગે જાગીને આ કામે લાગી જાવ છું. ત્રણ વાર ૨૦ લીટર પાણી ઘરેથી લાવે છે અને વૃક્ષોનું જતન કરે છે. આ બાળક નાનું જરૂર છે, પણ તેના વિચારો ઊંચા હિમાલયને પણ ઓળંગી જાય તેવા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news