કોરોનાના દર્દી પર ગાયના દુઘ અને આલ્કેન વોટરનો પ્રયોગ

સુરતના સામાન્ય લક્ષણ અને ઓછા ઓક્સીજનની જરૂરિયાતના દર્દીઓ માટે બનાવવામાં આવેલા એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે આલ્કેન વોટર આપવા સાથે સાથે ઓક્સીજનની માત્ર વધારવા માટે મીથેલીન બ્યુનો ઉપયોગ થઈ રહ્યો છે. વિવિધ દાતાઓ પોતાનાથી થતી મદદ કરતાં હોવા સાથે કોવિડ કેર સેન્ટરમાં આવતાં હોવાથી દર્દીઓ માટે હકારાત્મક માહોલ બની રહ્યો છે.

સુરત મ્યુનિ.ના રાદંર અને અઠવા ઝોન સાથે સાથે કતારગામ ઝોનમાં પણ સંક્રમણ વધી રહ્યું છે જેમાં સામાન્ય લક્ષણ કે પાંચથી સાત લીટર ઓક્સીજનની જરૂર હોય તેવા દર્દીઓને રાખવા માટે કોવિડ કેર સેન્ટર બનાવાવમાં આવી રહ્યાં છે. આવીજ રીતે ડભોલીમાં કતારગામ મિત્રવંજ પરિવાર દ્વારા એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામા ંઆવ્યું છે. મિત્ર મંડળના સભ્યો દ્વારા ખર્ચ ઉઠાવવા સાથે સાથે વિવિધ દાતાઓ પણ સભ્યો જ બની ગયાં છે.

હાલમાં કોવિડના દર્દીઓને ઈમ્યુનીટીની વધુ જરૂર હોય આ મિત્ર મંડળના સભ્ય પરેશ સાકરિયાએ પોતાની ગૌશશાળામાં રાખેલ ગીર ગાયનું દુઘ કોવિડના દર્દીઓને આપવાનો ર્નિણય કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, કોવિડના દર્દીઓ માટે ઈમ્યુનીટી વધુ જરૂરી છે અને તે ગીર ગાયના દુધમાંથી વધુ મળી રહે છે. તેથી આ જગ્યાએ જેટલા પણ દર્દી હોય તે દર્દીઓને દુધ આપવાની જવાબદારી લીધી છે અને જ્યાં સુધી સેન્ટર ચાલશે ત્યાં સુધી દુધ સપ્લાય પણ કરશે.

અન્ય સભ્ય ચીમન પટેલ કહે છે, કોરોનાના કારણે દર્દીઓમાં ગભરાટ છે અને તેઓ માટે હકારાત્મક માહોલ ઉભો કરવો ખાસ જરૂરી છે તે અહીના મિત્રો દ્વારા ઉભો કરવામા આવે છે. અહી પાંચથી સાત લીટર ઓક્સીજનની જરૂર હોય તેવા દર્દીઓને રાખવામાં આવે છે અને તેઓના ઓક્સીજનના પ્રમાણ માટે મીથીલીન બ્લુનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ દર્દીઓને સામાન્ય પાણીને બદલે આલ્કેન વોટર આપવામાં આવી રહ્યું છે. આ જગ્યાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામા આવ્યું છે તેમાં વિવિધ દાતાઓ આગળ આવી રહ્યાં છે અને દર્દીઓને હકારાત્મક વાતારણ સાથે સારવાર આપવામાં આવી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news