દિલ્હી-એનસીઆરમાં AQI ૩૦૦ને પાર, વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે પણ દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી શ્રેણી’માં નોંધાઈ હતી. મંગળવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૩૦૩ નોંધાયો હતો. જોકે, સોમવારના ૩૦૬ AQI કરતાં થોડો ઓછો છે. દિલ્હીમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ દિલ્હીની હવામાં તેની કોઈ અસર દેખાતી નથી.

દિલ્હીના ધીરપુર આનંદ વિહાર અને લોધી રોડની આસપાસની હવાની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ હતી. જો કે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીની હવા સતત ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી છે. અગાઉ ૧૭ મેના રોજ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. દિલ્હીમાં ઓક્ટોબરમાં ઓછો વરસાદ થયો છે. શહેરમાં વધતા પ્રદૂષણનું આ પણ મુખ્ય કારણ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. મંગળવારે સવારે બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તે જ સમયે, દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, ડોક્ટરો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે મોર્નિંગ વોક માટે બહાર ન જવું જાઈએ. જ્યાં ટ્રાફિક હોય એવા રસ્તા પર ન જશો..

સોમવારનો દિલ્હી અને તેના વિસ્તારોનો AQI શું હતો? જે જણાવીએ, દિલ્હી – ૩૦૩, આઈઆઈટી દિલ્હી- ૩૦૬, એરપોર્ટ- ૩૧૩, દિલ્હી યુનિવર્સિટી- ૩૩૫ અને ધીરપુર- ૩૨૭ જેટલું એક્યુઆઇ નોધવામાં આવ્યું. જેમાં તમને જણાવી દઈએ કે જ્યારે AQI ૦થી ૫૦ની વચ્ચે રહે છે ત્યારે હવાની ગુણવત્તા ‘સારી’ માનવામાં આવે છે. જ્યારે, AQI ૫૧થી ૧૦૦ની વચ્ચે ‘સંતોષકારક’ માનવામાં આવે છે. જો AQI ૧૦૧થી ૨૦૦ની વચ્ચે હોય તો હવાની ગુણવત્તા ‘મધ્યમ’ સ્તરની માનવામાં આવે છે. ૨૦૧ અને ૩૦૦ વચ્ચેની હવાની ગુણવત્તાને ‘નબળી’ શ્રેણીમાં ગણવામાં આવે છે. ૩૦૧થી ૪૦૦ ની વચ્ચેનો AQI ‘ખૂબ જ નબળો’ માનવામાં આવે છે અને જ્યારે AQI ૪૦૧થી ૫૦૦ની વચ્ચે નોંધવામાં આવે છે, ત્યારે આવી હવાની ગુણવત્તાને ‘ગંભીર’ ગણવામાં આવે છે, એટલે કે આવી હવા શ્વાસ લેવાથી લોકો બીમાર થઈ શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news