લિબિયામાં આવેલા ભયાનક પૂરથી મૃત્યુઆંક 5,500 પર પહોંચ્યો
ત્રિપોલી: ઉત્તર આફ્રિકાના દેશ પૂર્વી લિબિયામાં શક્તિશાળી વાવાઝોડાને પગલે ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 5,500 થઈ ગયો છે, જ્યારે સાત હજાર અન્ય લોકો ઘાયલ થયા છે.
ત્રિપોલી સ્થિત કટોકટી સેવાઓના પ્રવક્તા ઓસામા અલીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ અંતિમ મૃત્યુઆંક નક્કી કરી શકાયો નથી કારણ કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે લગભગ 10 હજાર લોકો ગુમ થયાના અહેવાલ છે અને 30 હજાર લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વિસ્થાપિત થયા છે. અલીએ જણાવ્યું હતું કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં મૂળભૂત પુરવઠાની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે પૂર્વી લિબિયામાં ત્રાટકેલા ભૂમધ્ય વાવાઝોડાને કારણે અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હતા. જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે.